હિમ, વાત, તપ, કંટક તથા શર તીક્ષ્ણ અસુરોનાં સહે,
સીતા વને ત્યાગી દીધાં તો યશ હજુય ગવાય છે !
શ્રીક્રુષ્ણ મથુરાને ત્યજી વસિયા જઈને ગોકુળે,
ગોકુળ ત્યજ્યું ત્યમ દ્વારિકા યે સિંધુમાંહે જઈ ધસે.
ઉપદેશ દીધો પાર્થને સહુ ધર્મ ત્યજવ કારણે ,
એની શરણમાં આવી કેવળ આત્મ ભજવા કારણે.
હા સિદ્ધ એથી ત્યાગ સર્વે સાધનોમાં મુખ્ય છે,
એથી મળે છે શક્તિ ને એથી ટળે છે દુઃખ રે !
કરતો ભગીરથ ત્યાગ ના તો કેમ ગંગા આવતી !
ગંગા ન ત્યજતી ગૌમુખી તો પાપ કેમ મિટવતી ?
જીવ સૃષ્ટિનું હોવું ત્યાગને આધીન છે
તો ત્યાગ સહુથી શ્રેષ્ઠ છે, આ વત સંશયહીન છે.
દે ત્યાગ ભોળા ! દેખજે પછી દૃષ્ટિ નાના સૃષ્ટિ છે.
બન્ને નહીં દેખાય ના તો અલૌકિક દૃષ્ટિ છે.
વિરલા કરોડો માંહ્ય અદ્ભુત દૃષ્ટિ આવી પામશે
એ ભક્તયોગી મુક્ત છે, જ્ઞાની વળી કહેવાય એ."
- વેદાંતસુધા કુંભ - ૩
No comments:
Post a Comment