Sunday, March 4, 2018

સદ્દર્શન ચાલીસી - 40 verses on reality - Gujarati Full unicode

સદ્દર્શન ચાલીસી




મંગલાચરણ

. સત્ અર્થાત્ જ્ઞાન સ્વરુપે રહેલ વસ્તુ વિના સત્ નું જ્ઞાન હોઇ શકે ? એ સત્ય વસ્તુ કોઇ પણ વિચાર વિના વિચારના મૂળ સ્વરુપ હૃદયમાં રહે છે. માટે જેનુણ નામ હૃદય છે તે સત્યવસ્તુનું ધ્યાન કેવી રીતે કરાય ? તે હૃદયમાં રહે છે તેમ આપણે હૃદયમાં રહેવું અર્થાત્ હૃદયમાં તાદાત્મ્ય ભાવ એજ એ સત્યવસ્તુનું ધ્યાન કહેવાય છે.

. જેઓ મૃત્યુથી અધિક ડરે છે તેઓ જન્મ અને મરણથી રહિત એવા મહેશ્વરના ચરણોનું જ અનન્ય ભાવથી શરણ લે છે. તેથી પોતાની તરફ અને પોતાની સંપત્તિઓ તરફ તેઓ મૃત છે. અર્થાત્ મમતા - અહંકારનો તેઓ એ નાશ કર્યો છે. એવા અમર પુરૂષો ને મૃત્યુનો વિચાર કેવી રીતે આવે ?

સદ્દર્શન ચાલીસી

() આપણે જગતને જોઇએ છીએ એ કારણ સૌએ, અનેકવિધ શક્તિવાળા એકમેવ તત્વ કારણકર્તા વિશ્વેશ્વરને સર્વાનુમતે સ્વીકાર્યે જ છુટકો. નામરૂપવાળા ચિત્રો, દ્રષ્ટા, આધારવસ્ત્ર પડદો અને પ્રકાશ - આ બધાં વસ્તુસ્વરૂપ તે પોતે જ છે.

() પ્રત્યેક મત જીવ, જગત અને ઈશ્વર - એ ત્રણ વસ્તુનું અભિમાન કરી આરંભ કરે છે. ‘એક વસ્તુજ ત્રણ રૂપે રહે છે' એમ કહેવુ અને આ ત્રણે હમેંશા ત્રણજ (જુદી જુદી વસ્તુઓ) છે' એમ કહેવું તે, અહંકાર હોય ત્યા સુધી જ. ‘હું (અહંકાર) નો નાશ થાયે, સ્વસ્થિતિમાં પોતે અવસ્થિત થવું એજ ઉત્તમ.

() સત્ય છે' ‘ના, તે મિથ્યા દ્રશ્ય છે' ‘જગત જ્ઞાનમય છે.' ‘ના' ‘જગત સુખ સ્વરૂપ છે.' ‘ના' (અર્થાતજગત સચ્ચિદાનન્દ સ્વરૂપ છે.’ ‘ના') આ પ્રમાણે વિવાદ કરવાથી લાભ શો ? આ જગતદ્રષ્ટિ છોડી, (અંતર્મુખ થઈ) પોતાને જાણી (પોતાના સ્વરૂપને જાણી) અદ્વૈત અને દ્વૈત રહિત, ‘હું રહિત (અહંકાર રહિત) આ સ્વસ્થિતિ (પરમ સ્થિતિ) સર્વે ને માન્ય છે.

() જો પોતે સરૂપ હોય, તો જગત અને ઈશ્વર પણ તેવા જ (સરૂપ - સાકાર) છે. પોતે રૂપ હોય, તો તેઓના રૂપ જુએ કોણ ? કેવી રીતે ? નેત્ર વગર દ્રષ્ટિ હોઈ શકે ? (નેત્ર વગર જોઈ શકાય ?) પોને જ નેત્ર છે. એ નેત્રનો અંત નથી.

() દેહ પંચકોશાકાર છે. એટલે દેહ શબ્દમાં એ પાંચેનો સમાવેશ થાય છે. દેહથી અન્ય એવું જગત છે ? દેહ વગર જગતને જોયું હોય એવં કોઈ છે ? કહો .

() જગત (શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ - ) પંચ વિષયાત્મક છે. તે સિવાય જગત અન્ય કાંઈ નથી. આ પાંચ વિષયો પંચેન્દ્રિય ગોચર છે. આ પંચેન્દ્રિય દ્વારા મન જગતને જાણે છે માટે જગત મન છે. મન સિવાય અન્ય એવું જગત છે ? કહો.

() જો કે જગત અને જ્ઞાન (મન) એક સાથે જ ઉદિત થાય છે અને અસ્ત થાય છે, છેતાં જ્ઞાન (મન) દ્વારા જગત પ્રકાશે છે. જગત અને જ્ઞાન (મન) ના જન્મ અને લયના સ્થાન રૂપ છે, અને જન્મ અને નાશ રહિત પ્રકાશે છે, તે જ પૂર્ણ સત્યવસ્તુ છે.

() કોઈ પણ નામ દઈ અને કોઈ પણ રૂપમાં ભલે કોઈ ઈશ્વરને ભજે, અને એ ભલે તે નામરૂપ રહિત પરિપૂર્ણ વસ્તુ દર્શનનો માર્ગ હોય, તોયે એ સદ્વસ્તુતત્વમાં પોતાના યથાર્થ ને જાણી, શાંતિ પામી, તન્મય રૂપે નિષ્ઠ થવું એ જ સત્યદર્શન અથવા યથાર્થ વસ્તુજ્ઞાન છે.

() દ્વન્દ્વો (જેવા કે જ્ઞાન અને અજ્ઞાન વિ.) અને ત્રિપુટિયો (જેવા કે જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય વિ.) સર્વદા એક (અહંકાર - દેહાત્મભાવના) નો આશ્રય લઇ રહે છે. ‘આ અહંકર નું તાત્પર્ય શું ? એમ અત્નર્મુખ થઈ ખોજ કરી હૃદયમાં પ્રવેશી, એ સત્ય વસ્તુનું દર્શન થાય, તો દ્વન્દ્વો અને ત્રિપુટિયો જતા રહે છે. આ પ્રમાણે (અહંકાર ના અભાવનું) દર્શન કરનાર જ સત્ય વસ્તુનું દર્શન કર્નાર છે. તેઓ દ્વન્દ્વો અને ત્રિપુટિયોથી ભ્રાન્ત નહિ થાય.

(૧૦) (વિષયોના) અજ્ઞાન વિના (વિષયોનું) જ્ઞાન નથી. તેમજ (વિષયોનાં) જ્ઞાન વિના (વિષયોનું) અજ્ઞાન નથી. ‘આ દ્વન્દ્વ - જ્ઞાન અને અજ્ઞાન કોને માટે છે.' એમ આરંભ કરેલા વિચાર (ખોજ) વડે જ્ઞાન અને અજ્ઞાન ના આશ્રય મૂળ અહં (અહંકાર) ને જે જાણે છે. (અર્થાત તેના અભાવને યથાર્થ રૂપે જાણે છે) તે જ્ઞાન ઉત્તમ જ્ઞાન છે.

(૧૧) (જગતના વિષયોને) જાણનાર (અહંકાર સ્વરૂપ) પોતાને જાણ્યા વિના (જગતના વિષયો સ્વરૂપ) અન્ય સર્વ કાંઈ જાણવું આને અજ્ઞાન કહેતાં જ્ઞાન કહી શકાય ખરૂં ? જ્ઞાન અને અજ્ઞાનના આધાર પોતને (અહંકારને ખોજ કરીને) જાણવાથી જ્ઞાન અને અજ્ઞાન નાશ પામે છે.

(૧૨) (જગતના વિષયોના) જ્ઞાન અને અજ્ઞાન વિનાનું જ્ઞાન એજ આચું જ્ઞાન છે. અન્ય વિષયોનું જ્ઞાન એ સાચું જ્ઞાન નથી. જેને આત્મા જાણે અને જે આત્માને જાણે એ આત્માથી અન્ય કાંઈ છેજ નહિ. આત્મા આ પ્રમાણે પોતાથી કાંઈ પણ અન્ય વિના પ્રકાશે છે, માટે આત્મા જ્ઞાન છે, એ શુન્ય નથી; એમ જાણ.  

(૧૩) જ્ઞાન સ્વરૂપે રહેલો આત્મા જ સત્ય છે. નાનાવિધરૂપે ભાસતું જ્ઞાન એ અજ્ઞાન છે. છતા આવું મિથ્યા જ્ઞાન પણ સત્યજ્ઞાન સ્વરૂપ આત્માથી ભિન્ન નથી. નાનાવિધ આભરણો સત્ય નથી. તેઓ સત્યરૂપ સોના સિવાય અન્યરૂપે હસ્તી ધરાવે છે ? કહો.

(૧૪) દેહાત્મભાવના સ્વરૂપ ઉત્તમ (પહેલો) પુરુષહું હોય, તો જતું અને તે' એમ બિજો પુરુષ અને ત્રીજો પુરુષ છે. જો પોતે હું નું સાચુ સ્વરૂપ શું એમ ખોજ કરે અને તેથી હું નો નાશ થાય, અને સાથે સાથે તું અને તે' નાશ પામે, ત્યારે એક રૂપ સ્વય પ્રકાશ સ્વરૂપહું એજ પોતાની સ્વભાવ સ્થિતિ છે.

(૧૫) વર્તમાના સંબંધમાં જ ભૂતકાળ અને ભવિષ્યકાળ હસ્તી ધરાવે છે. એ બન્ને કાળો પોતાની ચાલુ સ્થિતિમાં વર્તમાનકાળ છે. માટે એક વર્તમાનકાળજ વાસ્તવિકરૂપે રહે છે. માટે વર્તમાન કાળનું (હમણા' નું) તત્વ જાણ્યા વિના ભૂતકાળ અને ભવિષ્યકાળનું તત્વ જાણવાનો વિચાર કરી તે તત્વને ગ્રહણ કરવા ધારવું તે એક ને છોડી અન્ય સંખ્યાના તત્વ ગ્રહણ કરવા ધારવા સમાન છે.

(૧૬) આપણું સત્ય શું એમ વિચાર કરી જોતાં આપણાથી અન્યરૂપે કાળ ક્યાં છે ? દેશ ક્યાં છે ? આપણે શરીર હોઈએ તો આપણે કાળમાં અને દેશમાં સંડોવાયલા છીએ. આપણે શરીર છે ખરા ? આપણે પૂર્વે, હમણા, પછી અને સર્વદા એક રૂપેજ છી; અહીં, તહીં અને સર્વત્ર એક છીએ. આપણે જ છીએ તે દેશ અને કાળ રહિત આપણે જ છીએ. (અર્થાત આપણે સત્ વસ્તુ આત્મા જ છીએ)

નોંધ:- ૧ આપણાથી = અસલ વેણ્બા છંદના પદ્ય પ્રમાણે દેહી એવા આપણથી એવો અર્થ થાય છે. પાછળથી ભગવાને ચાળીસે શ્લોકો એક કલિ વેણ્બા પદ્યરૂપે ગુંથી દીધા. તે પ્રમાણે સ્પષ્ટપણે જણાયેલ, વિદ્યમાન (સ્થાપિત) વસ્તુ આપણાથી એવો અર્થ થાય છે. બેઉ અર્થો બેસે છે.
ભગવાને આના જેવું બીજું એક પદ્ય વેણબા છંદમાં રચ્યું છે. એ પ્રમાણે, અજ્ઞાન દશામાં આપણને (જીવને ) કાળ ભક્ષે છે. જ્ઞાન દશામાં આપણે (સત્ય આત્મા) કાળને ભક્ષીએ છીએ.

(૧૭) આત્માને ન જાણનાર અજ્ઞાનીને તથા આત્માને જણનાર જ્ઞાનીને દેહહું' રૂપે જ છે. (અર્થાત્ હું દેહ છું) આત્માને ન જાણનાર અજ્ઞાની ને દેહ મત્ર હું રૂપે છે. (એનો હું શરીર પુરતો મર્યાદિત છે) દેહની અંદર આત્માને જાણનાર જ્ઞાનીને પરિપૂર્ણ સીમા રહિત સ્વયંપ્રકાશ સ્વરૂપ આત્મા એ જહું રૂપે છે. (આત્મજ્ઞાનીને દેહ આત્માથી અન્ય નથી.) તેઓ વચ્ચેનો આજ ભેદ છે એમ જાણો.   

(૧૮) અજ્ઞાનીને અને જ્ઞાનીને જગત સત્ય છે. અજ્ઞાનીને જગત માત્ર સત્ય છે. (ને મન સત્ય જગતના નામરૂપ પુરતું મર્યાદિત છે) . જ્ઞાનીને સત્ય જગતના આધારરૂપ, રૂપરહિત અને પરિપૂર્ણ છે. આજ તેઓ વચ્ચેનો ભેદ છે એમ જાણો.

(૧૯) વિધિ અને મતિ (પ્રારબ્ધ અને સ્વેચ્છા) ના મૂળનું જ્ઞાન જેઓને નથી. અર્થાત્ જેઓ વિધિ અને મતિના મૂળરૂપ અહંતાના સત્યને (અહંતાના અભાવને) જાણતા નથી તેઓનું વિધિ જીતે કે મતિ જીતે એવા વિવાદમાં મન જાય છે. વિધિ અને મતિના એક મૂળસ્વરૂપ પોતાને (અહંકારને) જે જાણે છે (અર્થાત્ અહંકારના અભાવને જે જાણે છે) તેઓ એ બન્નેથી મુક્ત છે. આવા પુરૂષો પછી તેઓમાં સંબંધ રાખે ? કહો.

(૨૦) દ્રશ્ય વિષયોને જોનાર પોતાને જોયા વિના પોતે શ્વરને જોવા એ માત્ર માનસિક દર્શનજ છે. ( સરૂપ દર્શન એ ઈશ્વરના સાચા દર્શન નથી.) મૂળ (અહંકાર) નો નાશ થયે જે પોતાના મૂળ રૂપ આત્મા ને જુએ છે તેણેજ ઈશ્વરને ખરેખર જોયા છે. (આત્માને જોવા એજ શ્વરના સાચા દર્શન છે) કારણ કે આત્મા એ ઈશ્વરથી જુદો નથી.


(૨૧) પોતે પોતાને જોવો અને પોતે ઇશ્વર ને જોવા' એમ કહેતા અનેક શાસ્ત્રોનું તાત્પર્ય શું ? એમ જો પૂછવામાં આવે, તો : બેઉ જોઇ શકાય એમ નથી. કારણ કે પોતે પોતાને જોવો એમ કેવી રીતે કહેવાય ? પોતે એક છે માટે દેખાવાને અશક્ય છે. આમ હોવાથી પોતે ઇશ્વરને જોવા' કેવી રીતે ? પોતે તેના ભક્ષ્ય બની જવું (ઇશ્વરમાં એકાકાર થવું)
 
(૨૨) ઈશ્વર બુદ્ધિને (મનને) પ્રકાશ આપે છે. અને બુદ્ધિમાં (મનમાં) પ્રકાશે છે. બુદ્ધિને (મનને) અન્તર્મુખ કરી તેને ઈશ્વરમાં જડી દેવા સવાય ઈશ્વરને બુદ્ધિ (મન) વડે જાણવા કેવી રીતે ? સમજો.

(૨૩) હું એમ આ દેહ કહેતો નથી. ‘નિદ્રા દરમ્યાન પણહું નથી.’ એમ કોઈ કહેતું નથી. એકહું ઉદિત થયા પછી સર્વ કાંય ઉદિત થાય છે. “હું ક્યાં ઉદય પામે છે ? એમ સૂક્ષ્મબુદ્ધિ વડે ખોજ કરો.

(૨૪) જડ શરીરહું એમ કહેતું નથી. સત્ - ચિત્ ઉદિત થતું નથી. બેની વચ્ચે દેહના માપ પુરતો મર્યાદિતહું એક ઉદિત થાય છે (હું શરીર છું, એવી દેહાત્મ બુદ્ધિ ) એ જ અનેક નામે ઓળખાય છે, જેવા કે: ચિત્ - જડ - ગ્રન્થિ, બંધન, જીવ, સૂક્ષ્મ શરીર, અહંકાર, સંસાર, મન, વિ. એમ જાણો.

(૨૫) રૂપને (દેહને) ગ્રહણ કરી તે અસ્તિત્વમાં આવે છે; એજ રૂપને ગ્રહણ કરી (અર્થાત એજ દેહ નો આશ્રય કરી) તે સ્થાયી બને છે; એજ રૂપને ગ્રહીને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એ પંચવિષયોને અને સુખદુઃખાદિઓ ભોગવીને પોષણ પામી તે અતિશય વૃદ્ધિ પામે છે; એક રૂપ (દેહ) ને છોડી અન્ય રૂપ (દેહને) ગ્રહણ કરે છે; ખોજ કરો તો તે દોડી જાય છે; આ જ છે રૂપરહિત અહંકાર પિશાચ ! એમ જાણો.

(૨૬) અહંકાર છે તો સર્વકાંઈ છે. અહંકાર નથી, તો સર્વકાંઈ નથી. અહંકાર સર્વ કાંઈ છે. માટે (અહંકાર) શું છે ? એમ ખોજ કરવી એજ સર્વત્યાગ છે. એજ જાણો.

(૨૭) હું (અહંભાવ) ઉદિત થાય એ સ્થિતિ એજ હું બ્રહ્મ છું એ સ્થિતિ છે. ‘હું (અહંભાવ) નું ઉદયસ્થાન ખોજ કરીને મેળવ્યા વગર જ્યાં અહંભાવ ઉદિત થતો નથી તેવી અવસ્થા પ્રાપ્ત કેવી રીતે થાય ? (અર્થાત્ અહંભાવનો નાશ નહિ થાય) અહંનાશ પ્રાપ્ત કર્યા વગરહું બ્રહ્મ છુ એવી પોતાની સ્થિતિમાં નિષ્ઠ થવું કેવી રીતે ?

(૨૮) કોઈ માણસ પાણીમાં પડેલી વસ્તુ શોધી, મેળવી લાવવા માટે પાણીમાં ડુબકી મારે છે. તેમહું એમ ઉદિત થયેલ અહંકારનું ઉદયસ્થાન શોધી મેળવવા સારૂ અતિશુદ્ધ બુદ્ધિથી વાક્ અને પ્રાણ રોકીને અન્તર્મુખ થઈ અંતરમાં ડુબકી મારી આ અહંકાર રૂપી ચોરનું મૂળ સ્થાન મેળવવું જોઈએ. (‘હું એમ ઉદિત થયેલા અહંકારનું ઉદય સ્થાન જાણવું જોઈએ.) એમ જાણો.

નોંધ: અતિ શુદ્ધ બુદ્ધિથી અન્તર્મુખ થૈઇ ખોજ કરવાથી વાક્.પ્રાણ આપોઆપ રોકાઈ જાય. વાક્.પ્રાણ પ્રયત્નથી રોકવા એ પણ સહાય છે. 

(૨૯) હું એમ મુખેથી બોલ્યા વગર અંતરમાં ડુબકી મારતા મન વડે અહંતાસ્વરૂપહું ક્યાં ઉદય પામે છે એમ અન્વેષણ કરવું (ખોજ કરવી) એજ જ્ઞાન વિચાર (અર્થાત્ આત્માનુભવ મેળવવાનું સાધન - જ્ઞાનમાર્ગ) છે. આ સિવાયઆ શરીર હું નથી, એ બ્રહ્મ હું છું એમ ધ્યાન કરવું એ સાધન્.માં સહાયરૂપ છે. તે સિવાય એ જ્ઞાનવિચાર છે ? (એ ધ્યાન જ્ઞાન વિચાર નથી.)

નોંધ: ભગવાનની કલિવેણ્બા દેહને શબવત્ તજીને' . . . એમ શરૂ થાય છે. ‘‘હું આ શરીર નથી, હું એ બ્રહ્મ છું એવા વાક્યોની ચર્ચા (સત્ ચર્ચા) સહાય રૂપ છે - તેમજ એવા વાક્યોનું ધ્યાન પણ સહાયરૂપ છે. પણ તે જ્ઞાનમાર્ગ કહેવાય.

(૩૦) હું કોણ ?’ એમ મન અન્તર્મુખ થઈ અન્વેષણ (ખોજ) દ્વારા હૃદય સાથે જોડાઈ જાય છે, ત્યારે હું અથવા અહંકારનું શિર શરમથી નમી જાય છે. ત્યારે તેજ ક્ષણે હું - હું રૂપે એક વસ્તુ આપોઆપ પ્રગટ થાય છે. આ પ્રમાણે પ્રગ થવા છતાં એનો અર્થ અહંકાર નથી. પરિપૂર્ણ વસ્તુ એજ એનો એક અર્થ છે. એજ આત્મા છે.


(૩૧) અહંકાર ને હણી, તેને પરિણામે ઉભરાતા તન્મય આનંદસ્વરૂપ જેની થાય છે, તેને કરવાની જરૂર હોય એવું કાર્ય જગતમાં કાંઈ પણ બાકી રહે છે? આત્માથી અન્ય એવું કંઈ પણ તે જાણતો નથી. એની સ્થિતિ શી (એનું સત્ય સ્વરૂપઆવુ છે' ) એમ આપણે કેવી રીતે જાણી શકીએ કે કહી શકીએ ? (अनीदृशम्अनिरूप्य स्वरूपम्એ બ્રહ્મ છે नेह नानास्तिकिंचन )

(૩૨) તે તું જ છે એમ વેદોનો ઉદ્.ઘોષ છે. છતાં મુમુક્ષુજને હું શું છું ? એમ જાણીને તે રૂપે નિષ્ઠ થવું નહિ અને હું તે (બ્રહ્મ) છું, હું આ (શરીર) નથી એમ ધ્યાન ધર્યે જવું એ મનોબળના અભાવને લીધે. કેમ કે તે બ્રહ્મ હમેશા આત્મસ્વરૂપે જ પ્રકાશે છે.

નોંધ: તે હું છું વાક્યમાં તે' હમેશા આત્મ સ્વરૂપે પ્રકાશે છે. ‘હું જ્યારે આત્મસ્વરૂપે પ્રકાશે ત્યારે જતે હું છું એ વાક્ય યથાર્થ થાય. માટે હું શું છું એમ અંતરમાં ખોજ કરવી.

(૩૩) મને મેં નથી જાણ્યો એમ બોલવું અને મને મેં જાણ્યો એમ બોલવું એ બન્ને હાસ્યાસ્પદ છે. કારણ પોતાને પોતાનો વિષય બનાવવા પોતે બે હોવા જોઈયે. શું એમ છે ? નથી. કેમ કે પોતે હમેશા એક છે એ સર્વાનુભવ છે.

(૩૪) સર્વકાળે સર્વેને માટે પોતાના નિજસ્વરૂપે (સ્વભાવ સ્વરૂપે) રહેલી વસ્તુને (તેના) સ્વસ્થાન હૃદયમાં જાણી તે સ્વરૂપે તે સ્થિતિમાં નિષ્ઠ થવું નહિ અને એ વસ્તુ વિષે યુક્તિવાદો કરી તે છે' ‘તે નથી; તે સરૂપ છે', ‘તે અરૂપ છે' ; ‘તે એક છે', ‘તે બે છે', ‘તે એક પણ નથી અને બે પણ નથી આ પ્રામાણે ઝગડા કરવા એ માયાદોશ છે. (જ્ઞાનહીનતા).

(૩૫) સર્વકાળે નિજ સ્વરૂપે રહેલી સિદ્ધ વસ્તુને જાણી (અર્થાત્ તે વસ્તુ આત્માનો સાક્ષાત્કાર કરી) એ સ્થિતિમાં નિષ્ઠ થવું એજ સિદ્ધિ છે. (તે સાચી અક્ષય, પુર્ણ સિદ્ધિ છે.) અન્ય સિદ્ધિઓ સર્વે સ્વપ્ન સિદ્ધ સિદ્ધિઓજ છે. ઉંઘ ઉડ્યા પછી જાગી ઉઠી વિચાર કરી જાણતા તે સિદ્ધિઓ સાચી જણાય છે ? જેઓ સત્યવસ્તુમાં નિષ્ઠ છે (બ્રહ્મજ્ઞાની છે) અને તેથી માયાનો જેઓએ ત્યાગ કર્યો છે તેઓ ફરી આ સિદ્ધિઓમાં ભ્રમિત થશે ? તેમાં ફરી તેઓનું મન નહિ જાય. આત્મવસ્તુને જાણો અને તેમાં નિષ્ઠ રહો.

(૩૬)  આપણે શરીર છીએ એવો જ્યારે વિચાર આવે તો તેને દૂર કરી આપણે તે (વસ્તુ) છીએ એમ  નિષ્ઠ થવા આપણે શરીર નથી. આપણે તે વસ્તુ છીએ' એવું ધ્યાન ઘણુંજ સહાયકારી છે. (પરંતુ) હમેંશા આપણે તે વસ્તુ છિએ' એવું ધ્યાન શા માટે કરવું ? શું માણસે હું મનુષ્ય છું એવું ધ્યાન કરવાની જરૂર છે ? આપણે હંમેશા તે વસ્તુરૂપે જ છિએ. નહિ ?   

(૩૭) સાધના દરમિયાન દ્વૈત અને સાધ્યમાં સાધના હું લક્ષ્ય આત્મજ્ઞાન સધાય તે દશાને અદ્વૈત - એમ બોલતો વાદ પણ સાચો નથી. અજ્ઞાન દશામાં આતુરતાપૂર્વક પોતાને જ ખોવાયેલા દશમાની શોધ કરતી વખતે, અને પોતાને જ એ દશમા તરીકે જાણી મેળવવા વખતે પણ પોતે દશમો નહિ તો અન્ય કોણ ?

(૩૮) જો આપણે કર્મકર્તા હોઈએ તો આપણે કર્મ ફળ ભોક્તા હોઈશું. ‘કર્મકર્તા કોણ ?’ એમ ખોજ કરી, પોતાને જાણવાથી (પોતાના સત્યરૂપને જાણવાથી) કર્તુત્વ નાશ પામે છે. તેની સાથે ત્રણે પ્રકારના કર્મો નાશ પામે છે. આજ નિત્યસિદ્ધ નિર્મલ મુક્તિ પદ છે.

નોંધ-: પોતાને (બીજો અર્થ) અહંકાર સ્વરૂપ પોતાને જાણવાથી - અર્થાત્ અહંકારના અભાવને જાણવાથી.

નોંધ-: કારણ કે કર્મકર્તા અને કર્મફળ ભોક્તા એવો અહંકાર સ્વરૂપહું નાશ પામ્યો હોય છે. (જુઓ સૂક્તિ સુધા શ્લોક ૩૩)

(૩૯) હું બંધનમાં છું (હુ બંધાયેલો છું) એ વિચાર કોઇને હોય ત્યાં સુધી જ બંધન અને મુક્તિના વિચારો છે. ‘બધાયેલો કોણ છે ? એમ ખોજ કરી પોતાને (પોતાના સ્વરૂપને) જોવાથી નિત્ય સિદ્ધ, નિત્યમુક્ત, આત્મા બાકી રહે છે, અને બંધનના વિચારને સ્થાન નથી રહેતું, તો મુક્તિનો વિચાર કેવી રીતે ઉઠે ?

નોંધ-: જુઓ નોંધ ૧ ૩૮માં શ્લોકની.

(૪૦) રૂપિણી, અરૂપિણી અને રૂપારૂપિણી - એમ ત્રણ પ્રકારની મુક્તિ છે એમ જો કહેવામાં આવે તો કહું છું: મુક્તિ રૂપિણી છે, કે અરૂપિણી છે, કે રૂપારૂપિણી છે' એમ વિચાર કરનાર અહંતાનો નાશ એજ સાચી મુક્તિ છે. - એમ જાણો.

ભગવાન શ્રી રમણ મહર્ષિ
।। નમો: ભગવતે શ્રી રમણાય ।।

No comments:

Featured Post

Introduction of Madhusūdana Sarasvatī’s Gūḍārtha Dīpikā, a unique commentary on Bhagavad Gītā

Update: 01/08/2016. Verses 8 a nd 9 are corrected. 'Thou' is correctly translated to 'tvam' and 't hat...