Friday, June 21, 2013

Brahma Jnanavali Mala by Shri Adi Shankara - Sanskrit - Gujarati Full Unicode

(Rev 02, updated on 27th Feb 2016. Added first verse in Sanskrit)

બ્રહ્મ જ્ઞાનાવલીમાલા ભગવાન શ્રી આદિ શંકરાચાર્યજીની પરિપક્વ સાધકોને એક અમુલ્ય ભેટ છે. 

સાધના કરતી વખતે જ્યારે સાધક શાન્ત થૈઇ જાય છે, ત્યારે એક પણ વિચારને મહત્વ આપવા પહેલા, બ્રહ્મજ્ઞાનાવલીનો જાપ કરવો, અથવા ઘુઢાર્થ / તત્વાર્થ મનમાં યાદ કરવાથી સાધક સ્વયમને (અહમને) ત્યજીને આત્મસ્થિતિમાં લીન થઇ જાય છે.


भगवान श्री आदि शंकराचार्यकृत

ब्रह्मज्ञानावलीमाला

सकृत श्रवणमात्रेण ब्रह्मज्ञानं यतो भवेत्
ब्रह्मज्ञानावलीमाला सर्वेषां मोक्षसिद्धये

'બ્રહ્મજ્ઞાનાવલીમાલા' રચનાનો માત્ર એક વાર શ્રવણ કરવાથી બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થાય છે, જેનાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. ()

असङगोऽहमसङगोऽहमसङजोऽहं पुनः पुनः
सच्चिदानन्दरुपोऽहमेवाहमव्ययः

હું સંગવિનાનો (અસંગી) છું, અસંગી છું, વારંવાર કહુ છુ કે હું અસંગી (આત્મા) છુ.
હું સચ્ચિદાનન્દરૂપ છું, હું જ પૂર્ણ, અક્ષય, અવિનાશી, નિર્વિકારી, શાશ્વત આત્મા છું. ()

 नित्यशुद्धविमुक्तोऽहं निराकारोऽमव्ययः
भूमानन्दस्वरूपोऽहमहमेवाहमव्ययः

હું નિત્ય છું, શુદ્ધ છું (માયાથી પર છું), મુક્તાત્મા છું, હું નિરાકાર છું, અક્ષય છું.
હું સચ્ચિદાનંદ સ્વરૂપ છું. હું જ પૂર્ણ, અક્ષય, અવિનાશી, નિર્વિકારી, શાશ્વત આત્મા છું. ()

नित्योऽहं निरवद्योऽहं निराकारोऽहमच्युतः
परमानन्दरूपोऽहमहमेवाहमव्ययः

હું નિત્ય છું, દોષમુક્ત છું (અખણ્ડિત છું = undivided, અવિભક્ત છું = undivided, અવાચ્ય = unblamable or irreproachable, અનિન્દની = unblamable), નિરાકાર છું.
હું પરમાનન્દરૂપ છું, હું જ પૂર્ણ, અક્ષય, અવિનાશી, નિર્વિકારી, શાશ્વત આત્મા છું. ()

शुद्धचैतन्यरूपोहमात्मारामोऽहमेव
अखण्डानन्दरूपोऽहमहमेवाहमव्ययः

હું શુદ્ધ ચૈતન્યસૂપ છું, હું પોતાનુ સ્વરૂપ અભિવ્યક્ત કરુ છું.
હું અખણ્ડાનન્દરૂપ છું (અખણ્ડીત આનન્દ છું) . હું જ પૂર્ણ, અક્ષય, અવિનાશી, નિર્વિકારી, શાશ્વત આત્મા છું. ()

प्रत्यक्वैतन्यरूपोऽहं शान्तोऽहं प्रकृतेः परः
शाश्वतानन्दरूपोऽहमहमेवाहमव्ययः

હું આત્મ ચૈતન્ય છું, હું શાન્ત, પ્રકૃતિ (માયા) થી પર છું.
હું શાશ્વત આનન્દરૂપ છું, હું જ પૂર્ણ, અક્ષય, અવિનાશી, નિર્વિકારી, શાશ્વત આત્મા છું. ()


तत्वातीतः परात्माऽहं मध्यातीतः परः शिवः
मायातीतः परंज्योतिरहमेवाहमव्ययः

હું ગુણ આદિ તત્વોથી પર છું, પરમાત્મા છું, હું (અનાત્મા - આત્માની) મધ્યના તત્વોથી પર છું, હું પરમતત્વ શિવ છું.
હું માયાથી પર, પરમજ્યોતિસ્વરૂપ છું. હું જ પૂર્ણ, અક્ષય, અવિનાશી, નિર્વિકારી, શાશ્વત આત્મા છું. ()


नानारूपव्यतीतोऽहं चिदाकारोऽमच्युतः
सुखरूपस्वरूपोऽहमहमेवाहमव्ययः

હું રૂપોથી પર છું, હું શદ્ધચૈતન્ય, ચિદાનન્દ તત્વ છું.
હું સુખ સ્વરૂપ છું, જ્ઞાન સ્વરૂપ છું, હું તે છું. હું જ પૂર્ણ, અક્ષય, અવિનાશી, નિર્વિકારી, શાશ્વત આત્મા છું. ()

मायातत्कार्यदेहादि मम नास्त्येव सर्वदा
स्वप्रकाशौकरूपोऽहमहमेवाहमव्ययः

મારા સ્વરૂપમાં માયા કે તેના પરીણામરૂપે જે દેહ આદિ ઉત્પન્ન થાય છે કોઈ પણ તત્વો નથી.
હું સ્વયમ પ્રક્શરૂપ છું (સ્વયમ પ્રકાશક છું). હું જ પૂર્ણ, અક્ષય, અવિનાશી, નિર્વિકારી, શાશ્વત આત્મા છું.   ()

गुणत्रयव्यतीतोऽहं ब्रह्मादीनां साक्ष्यहम्
अनन्तानन्दरूपोऽहमहमेवाहमव्ययः १०

હું ત્રણે ગુણોથી પર છું, હું બ્રહ્માદિનો સક્ષી છું.
હું અનન્ત આનન્દસ્વરૂપ છું, હું જ પૂર્ણ, અક્ષય, અવિનાશી, નિર્વિકારી, શાશ્વત આત્મા છું. (૧૦)

अन्तर्यामिस्वरूपोऽहं कूटस्थः सर्वगोऽस्म्यहम्
परमात्मस्वरूपोऽहमहमेवाहमव्ययः ११

હું અંતરયામી સ્વરૂપ છું, હું કુટસ્થ છું (શાશ્વત, નિર્વિકારી, unchanging, anvil), સર્વવ્યાપી છું.
હું પરમાત્મ સ્વરૂપ છું, હું જ પૂર્ણ, અક્ષય, અવિનાશી, નિર્વિકારી, શાશ્વત આત્મા છું. (૧૧)

निष्कमोऽहं निष्क्रियोऽहं सर्वार्माऽऽद्यः अनातनः
अपरोक्षस्वरूपोऽहमहमेवाहमव्ययः १२

હું અંગવિનાનો છું, હું નિષ્ક્રિય છું, હું સર્વોનો આત્મા છું, હું અનાદિ અને સનાતન છું.
હું અપરોક્ષ સ્વરૂપ છું, હું જ પૂર્ણ, અક્ષય, અવિનાશી, નિર્વિકારી, શાશ્વત આત્મા છું. (૧૨)

द्वन्द्वादिसाक्षिरूपोऽहमचलोऽहं सनातनः
सर्वसाक्षिस्वरूपोऽहमहमेवाहमेवाहमव्ययः १३

હું દ્વન્દ્વોનો સાક્ષીરૂપ છું, હું સનાતન અને અચલ છું.
હું સર્વનો સક્ષી સ્વરૂપ છું, હું જ પૂર્ણ, અક્ષય, અવિનાશી, નિર્વિકારી, શાશ્વત આત્મા છું. (૧૩)

प्रज्ञानघन एवाहं विज्ञानघन एव
अकर्ताहमभोक्ताहमहमेवाहमव्ययः १४

હું જ્ઞાન સિવાય બિજુ કશુજ નથી, હું વિજ્ઞાન છું.
હું અકર્તા છું, અભોક્તા છું, હું જ પૂર્ણ, અક્ષય, અવિનાશી, નિર્વિકારી, શાશ્વત આત્મા છું. (૧૪)

निराधारस्वरूपोऽहं सएवाधारोऽहमेव
आप्तकामस्वरूपोऽहमहमेवाहमव्ययः १५

હું નિરાધાર સ્વરૂપ છું (મને કોઈ આધારની આવશ્યકતા નથી, હું કોઈના ઉપર આશ્રીત નથી), હું જ સર્વનો આધાર છું.
હું આપ્તકામ સ્વરૂપ છું (કામના વિનાનો છું - મારા સ્વરૂપમાં કામના નથી) હું જ પૂર્ણ, અક્ષય, અવિનાશી, નિર્વિકારી, શાશ્વત આત્મા છું. (૧૫)

तापत्रयविनिर्मुक्तो देहत्रयविलक्षणः
अवस्थात्रयसाक्ष्यस्मि चाहमेवाहमव्ययः १६

હું ત્રીતાપથી (ત્રણે તાપો - આદિદ્વૈવિક, આદિભૌતિકમ આધ્યાત્મિક) મુક્ત છું. હું ત્રણે શરીરોથી (સ્થુળ, સુક્ષ્મ અને કારણ) શરીરોથી પર છું, હું ત્રણે અવસ્થાઓનો (જાગ્રત, સ્ચપ્ન અન્દ સુષુપ્તિ નો) સાક્ષી છું, હું જ પૂર્ણ, અક્ષય, અવિનાશી, નિર્વિકારી, શાશ્વત આત્મા છું. (૧૬ 

दृग्दृश्यौ द्वौ पदार्थो स्तः परस्परविलक्षणौ
दृग्ब्रह्म द्र्रिश्यं मायेति सर्ववेदान्तडिण्डिमः १७

દૃગ (દૃષ્ટા) અને દૃશ્ય બને પદાર્થો એકબિજાથી ભિન્ન છે.
દૃગ (દૃષ્ટા) બ્રહ્મ છે અને દૃશ્ય માયા છે. આ સત્ય સર્વ વેદાન્ત દૃઢ નિષ્ચયપૂર્વક ધોષણા કરે છે (આ સત્ય સર્વ વેદાન્ત સિહગર્જના કરીને જણાવે છે)  (૧૭)

अहं साक्षीति यो विद्याद्विविच्यैवं पुनः पुनः
एव मुक्तः सो विद्वानिति वेदान्तडिण्दिमः १८

જેને વારંવાર વિવેકદ્વારા વિવેચન (વિશલેશણ, ખોજ) કરવાથી એ જ્ઞાન થાય છે કે હું સાક્ષી માત્ર છું (હું સર્વનો, માયાનો સાક્ષી છું) એ જ સત્ય (સાચુ) જ્ઞાન છે. આ સત્ય સર્વ વેદાન્ત દૃઢ નિષ્ચયપૂર્વક ધોષણા કરે છે, સુચવે છે. (આ સત્ય સર્વ વેદાન્ત સિહગર્જના કરીને જણાવે છે)  (૧૮)

घटकुड्यादिकं सर्व मृत्तिकामात्रमेव
तद्वद्ब्रह्म जगत्सर्वमिति वेदान्तडिण्दिमः १९

ઘટ (માટલુ), દિવાલ ઇત્યાદિ આબધુ (આ સર્વ) માટી સીવાય બીજુ કશુંજ નથી તેજ પ્રમાણે સર્વ જગત (તત્વરૂપે) બ્રહ્મ છે. આ સત્ય સર્વ વેદાન્ત દૃઢ નિષ્ચયપૂર્વક ધોષણા કરે છે, સુચવે છે. (આ સત્ય સર્વ વેદાન્ત સિહ ગર્જના કરીને જણાવે છે) (૧૯)

ब्रह्म सत्यं जगन्मिथ्या जीवो ब्रह्मैव नापरः
अनेन वेद्यं सच्छास्त्रमिति वेदान्तडिण्डिमः २०

બ્રહ્મ જ સત્ય છે, જગત મિથ્યા છે, જીવ બ્રહ્મથી ભિન્ન નથી (જુદુ નથી).
એમ સમઝવુ કે (જાણવુ કે) આ જ સત્ય શાશ્ત્ર છે એમ વેદાન્ત ઘોષણા કરી ને સુચવે છે. (૨૦)

अन्तर्ज्योतिर्बहिर्ज्योतिः प्रत्यग्ज्योतिः परात्परः
ज्योतिर्ज्योतिः स्वयंज्योतिरात्मज्योतिः शिवोऽस्म्यहम् २१

હું અન્તરજ્યોતિ, બહિરજ્યોતિ, પ્રત્યગજ્યોતિથી પર છું

હું જ્યોતિયોનોજ્યોતિ (અર્થાત જ્ઞાન સ્વરૂપ), સ્વયમજ્યોતિ, આત્મજ્યtતિ  છું. હું શિવ છું (કલ્યાણકારી આત્મા છું) (૨૧)

ईति श्री आदिशंकरभगवत्पादकृ ब्रह्मज्ञानावली सम्पूर्ण

ईति श्री आदिशंकराचार्यकृत ब्रह्मज्ञानावली सम्पूर्ण  

No comments:

Featured Post

Introduction of Madhusūdana Sarasvatī’s Gūḍārtha Dīpikā, a unique commentary on Bhagavad Gītā

Update: 01/08/2016. Verses 8 a nd 9 are corrected. 'Thou' is correctly translated to 'tvam' and 't hat...