Tuesday, February 27, 2018

श्रीदक्षिणामूर्ति स्तोत्रम् Dakshinamurthy Stotram - Sanskrit - Gujarati

Updated typos on 02-03-2018
Pranams,

Shri Dakshinamurthy Stotram is one of the most revered stotram by Advaita-vedantins. Please find Sanskrit-Gujarati Translation as done by Swami Tadrupanand ji



श्रीदक्षिणामूर्ति स्तोत्रम्


ध्यानम्

मौनव्याख्या प्रकटित परब्रह्मतत्त्वं युवानं
वर्षिष्ठांते वसद् ऋषिगणैः आवृतं ब्रह्मनिष्ठैः ।
आचार्येन्द्रं करकलित चिन्मुद्रमानंदमूर्तिं
स्वात्मारामं मुदितवदनं दक्षिणामूर्तिमीडे ॥१॥

જેઓ મૌન વ્યાખ્યાન દ્વારા પરબ્રહ્મતત્ત્વનું પ્રતિપાદન કરે છે, (નિત્ય) યુવાન છે, વાયોવૃદ્ધ અંતેવાસી (તથા) બ્રહ્મનિષ્ઠ ઋષિઓના સમૂહથી વીંટળાયેલા રહે છે, હાથમાં ચિન્મુદ્રાને ધારણ કરે છે, આનંદસ્વરુપ, સ્વાત્મારામ, પ્રસન્નવદન છે એવા આચાર્યોમાં ઈન્દ્રસ્વરૂપ શ્રીદક્ષિનામૂર્તિને હું ભજું છું -

वटविटपिसमीपेभूमिभागे निषण्णं
सकलमुनिजनानां ज्ञानदातारमारात् ।
त्रिभुवनगुरुमीशं दक्षिणामूर्तिदेवं
जननमरणदुःखच्छेद दक्षं नमामि ॥२॥

વડના વૃક્ષની નીચે ભૂમિ પર વિરાજમાન, સર્વ મુનિજનોને સત્વર જ્ઞાન પ્રદાન કરનાર, ત્રિભુવનના ગુરુ, ઈશ્વર, જન્મ-મરણરૂપ દુઃખનો છેદ કરવામાં કુશળ એવા ભગવાન શ્રી દક્ષિણામૂર્તિને હું નમસ્કાર કરું છું -

चित्रं वटतरोर्मूले वृद्धाः शिष्या गुरुर्युवा ।
गुरोस्तु मौनं व्याख्यानं शिष्यास्तुच्छिन्नसंशयाः ॥३॥

(અહો !) આશ્ચર્ય (છે કે) વટવૃક્ષની નીચે વૃદ્ધ શિષ્યો અને યુવાન ગુરુદેવ (ઉપસ્થિત) છે. ગુરુદેવનું વ્યાખ્યાન મૌનરૂપ છે (તેમ છતાં) શિષ્યોના સર્વ સંદેહો નષ્ટ થઈ ગયા છે -

निधये सर्वविद्यानां भिषजे भवरोगिणाम् ।
गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः ॥४॥

સર્વ વિદ્યાના સાગર, ભવરોગીઓના વૈદ્ય (તેમ જ) સર્વ લોકોના ગુરુ (એવા) શ્રી દક્ષિનામૂર્તિને નમસ્કાર – ૪

ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये ।
निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः ॥५॥

ઓમ્ , પ્રણવથી જેઓ લક્ષિત થાય છે, શુદ્ધ જ્ઞાનસ્વરૂપ મૂર્તિરૂપ છે, નિર્મળ (તથા) પ્રશાંત છે તેવા શ્રીદક્ષિણામૂર્તિને નમસ્કાર – ૫

स्तोत्रम्

विश्वं दर्पणदृश्यमाननगरीतुल्यं निजान्तर्गतं
पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया ।
यः साक्षात्कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं
तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये ॥१॥

દર્પણમાં દૃશ્ય થતી પ્રતિબિંબિત નગરી સરખું તથા નિદ્રા સમયે મનમાં સ્થિત સ્વપ્ન સૃષ્ટિ, સ્વપ્નકાળે બહાર પ્રક્ષેપિત દેખાય છે તેવી રીતે આ વિશ્વ આત્મામાં આરોપ રૂપે સ્થિત હોવા છતાં માયા વડે, બહાર ઉદ્ભવેલું હોય તેમ અજ્ઞાન સમયે જણાય છે. પરંતુ જ્ઞાન સમયે જે જ્ઞાનીને આત્મામાં અરોપિત, દ્વૈત સૃષ્ટિનો બાધ જણાય છે અને પોતાના આત્માનો જ, તે સર્વમાં સાક્ષાત્કાર કરે છે તેવા અરૂપ છતાં સર્વરૂપ સર્વાધિષ્ઠાન પરમાત્મા જ દક્ષિણામૂર્તિ સ્વરૂપ છે, ગુરુમૂર્તિ સમાન છે, તેમને આ નમસ્કાર હો -

बीजस्याऽन्तरिवाङ्कुरो जगदिदं प्राङ्गनिर्विकल्पं पुनः
मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतम् ।
मायावीव विजृम्भयत्यपि महायोगीव यः स्वेच्छया
तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये ॥२॥

બીજની અંદર જેમ અંકુર બીજથી અભેદ હોય તેમ આ જગત ઉત્પત્તિ પૂર્વે તેના બીજરૂપી આત્માધિષ્ઠાનથી નિર્વિકલ્પ અર્થાત્ ભેદરહિત-અભેદ-એક હતું. તત્પશ્ચાત્ માયા દ્વારા કલ્પાયેલ દેશ-કાળ આદિ વિભિન્નતાથી વિચિત્ર રીતે ચિત્રીત થયું. અર્થાત્ અનેકતાથી વિશેષતાવાળું આરોપિત જણાયું. આથી અનેક ભેદની પહેલાં જે 'નિર્વિશેષ' જગત હતું તે માયા દ્વારા વિશેષતાવાળું - અર્થાત્ 'સવિશેષ' ભેદમય થયું. એવુ આ જગત જે માયાપતિ = પરમેશ્વર અર્થાત્ માયાવીની જેમ અથવા મહાયોગીની જેમ સ્વયંની ઈચ્છાથી જ, માયાના બળે જ પ્રગટાવે છે, એવા શ્રી ગુરુમૂર્તિ શ્રી દક્ષિનામૂર્તિને આ નમસ્કાર છે -

यस्यैव स्फुरणं सदात्मकमसत्कल्पार्थकं भासते
साक्षात्तत्त्वमसीति वेदवचसा यो बोधयत्याश्रितान् ।
यत्साक्षात्करणाद्भवेन्न पुनरावृत्तिर्भवाम्भोनिधौ
तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये ॥३॥

જેમની સ્વયંસત્સ્વરૂપ ચેતના જ માત્ર તમામ કલ્પાયેલા અસત પદાર્થ રૂપે ભાસે છે તેવા ચૈતન્યસ્વરૂપ શ્રી દક્ષિણામૂર્તિ કે જેઓ 'તે-તું-છે' આ પ્રમાણે વેદમાં વર્ણવાયેલા મહાવાક્યો દ્વારા, શરણાગતિ સ્વીકારેલા જિજ્ઞાસુ શિષ્યોને પરમતત્વનો સાક્ષાત્ અર્થાત્ હસ્તામલકવત સ્પષ્ટપણે ઉપદેશ આપે છે તેવા શ્રી ગુરુમૂર્તિને કે જેમનો આત્મસ્વરૂપે સાક્ષાત્કાર કરવાથી જન્મ-મૃત્યુ રૂપ સંસારસમુદ્રમાં પુનરાગમન થતું તેમને આ નમસ્કાર હો -

नानाच्छिद्रघटोदरस्थितमहादीपप्रभा भास्वरं
ज्ञानं यस्य तु चक्षुरादिकरणद्वारा वहिः स्पन्दते ।
जानामीति तमेव भान्तमनुभात्येतत्समस्तं जगत्
तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये ॥४॥

અનેક ચિદ્રવાળું ઉદર ધરાવતા ઘડાની અંદર રહેલા મોટા દીપકની કાંતિ જેવો ઉજ્જવળ પ્રકાશ જેવી રીતે ઘડાની દીવાલમાં રહેલા છીદ્રો દ્વારા બહાર પ્રસરે છે તેવી રીતે શરીરસ્થિત સ્વાત્મચૈતન્યરૂપી જેમનો પ્રકાશ આંખ, કાન વગેરે જેવી તમામ જ્ઞનેન્દ્રિયરૂપી છિદ્રો દ્વારા બહાર ફેલાય છે અને પદાર્થોને પ્રકાશિત કરે છે, ત્યારે 'હું '' જાણુ છું' તેવું જ્ઞાન થાય છે. આ પ્રમાણે સર્વપ્રથમ અસ્તિત્વ સ્વરૂપે ચિદાત્માના પ્રકાશ્યા બાદ જ તે ચૈતન્યને અનુસરીને જ આ સમગ્ર જગત દૃષ્ટિગોચર થાય છે. તેવા જ્ઞાનસ્વરૂપ શ્રીગુરુમૂર્તિ શ્રીદક્ષિણામૂર્તિને આ નમસ્કાર હો -

देहं प्राणमपीन्द्रियाण्यपि चलां बुद्धिं च शून्यं विदुः
स्त्रीबालान्धजडोपमास्त्वहमिति भ्रान्ता भृशं वादिनः ।
मायाशक्तिविलासकल्पितमहाव्यामोहसंहारिणे
तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये ॥५॥

વિભિન્ન મતો ધરાવતા વાદીઓ સ્વયંને 'હું દેહ છું', અથવા 'હું પ્રાણ છું' અથવા 'હું ઇન્દ્રિય' કે પછી 'હું આ ચંચળ મન છું' તથા 'હું બુદ્ધિ છું' એવું માને છે, તો કેટલાક શૂન્યને આત્મા સમજે છે. અતિશય ભ્રાન્તિમાં પડેલા આ ભિન્ન મવાદીઓ, સ્ત્રી, બાળક, અંધ તથા જડ અર્થાત્ ભૂલા ભટકેલા અબુધ અવિવેકીની ઉપમા આપવા યોગ્ય છે. આ પ્રચલિત મતો માયાશક્તિના વિલાસ દ્વારા કલ્પાયેલા છે. આ મહાન મોહનો અજ્ઞાનસહિત સંપૂર્ણપણે સંહાર કરનારા શ્રીગુરુમૂર્તિ સ્વરૂપ શ્રીદક્ષિણામૂર્તિને આ નમસ્કાર હો -

राहुग्रस्तदिवाकरेन्दुसदृशो मायासमाच्छादनात्
सन्मात्रः करणोपसंहरणतो योऽभूत्सुषुप्तः पुमान् ।
प्रागस्वाप्समिति प्रबोधसमये यः प्रत्यभिज्ञायते
तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये ॥६॥

ઉન્દ્રિયોને વિષયોના જગતમાંથી પાછી ખેંચી લેવાથી જે પુરુષ (શરીરધારી આત્મા) સુષુપ્તિ અવસ્થાને પ્રાપ્ત થતાં માયા દ્વારા આવૃત અર્થાત્ ઢંકાયેલો હોવાને લીધેએ, જેવી રીતે ગ્રહણ સમયે રાહુ દ્વારા ગ્રસિત સૂર્ય અને ચન્દ્ર માત્ર અસ્તિત્વ સ્વરૂપે જ જણાય છે પરંતુ સ્પષ્ટ જોઈ શકાતા નથી. તેવી રીતે સુષુપ્તિ અવસ્થામાં આત્મતત્વનું સ્પષ્ટ જ્ઞાન થતું નથી. પરંતુ જાગ્રદાવસ્થાને પ્રાપ્ત થતાં જ 'આ પૂર્વે હું સૂતો હતો' આ પ્રમાણેની પૂર્વાનુભવની સ્મૃરૂપે સ્વયંના અસ્તિત્વનું સ્પષ્ટ જ્ઞાન થાય છે. આમ અસ્તિત્વ સ્વરૂપે પ્રત્યેક મનુષ્યને જે અનુભવાય છે તેમને-તેવા આત્માથી અભિન્ન-શ્રીગુરુમૂર્તિ સ્વરુપ શ્રીદક્ષિણામૂર્તિને આ નમસ્કાર હો -

बाल्यादिष्वपि जाग्रदादिषु तथा सर्वास्ववस्थास्वपि
व्यावृत्तास्वनुवर्तमानमहमित्यन्तः स्फुरन्तं सदा ।
स्वात्मानं प्रकटीकरोति भजतां यो मुद्रयाभद्रया
तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये ॥७॥

બાળપણ, કૌમાર, યુવા વગેરે જેવી તમામ અવસ્થાઓમાં તથા જાગ્રત, સ્વપ્ન, અને સુષુપ્તિ વગેરે સર્વ બદલાતી અવસ્થાઓમાં પણ અનુવર્ત અર્થાત્ અનુસ્યૂત થઈને રહેલ તેમજ 'હું' 'હું' આ પ્રમાણે અંતઃકરણમાં હંમેશા સ્ફુર્ણા પામતા પોતાના ચૈતન્ય આત્માને જેઓ મંગળકારી મુદ્રા વડે પ્રગટવે છે એટલે કે પ્રત્યગાત્મા જે જીવાત્માનો બ્રહ્મ સ્વરૂપે જ સાક્ષાત્કાર કરાવી એકત્વનું દર્શન કરાવે છે. તેવા શ્રીગુરુમૂર્તિ સ્વરૂપ શ્રીદક્ષિણામૂર્તિ ભગવાનને (મહાદેવને) આ નમસ્કાર હો -

विश्वं पश्यति कार्यकारणतया स्वस्वामिसम्बन्धतः
शिष्याचार्यतया तथैव पितृपुत्राद्यात्मना भेदतः ।
स्वप्ने जाग्रति वा य एष पुरुषो मायापरिभ्रामितः
तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये ॥८॥

જે આ પુરુષ (જીવાત્મા) માયા વડે ચારે બાજુથી ભ્રમિત થયેલો હોવાને લીધે સ્વપ્નમાં તથા જાગ્રત અવસ્થામાં વિભિન્ન પ્રકારના ભેદભાવ કલ્પીને જગતને કાર્ય-કારણના ભેદરૂપે અને વ્યવહારને સેવક અને સ્વામીના સંબંધથી ભેદયુક્ત કે પછી ગુરુ અને શિષ્ય તથા પિતા-પુત્ર વગેરે જેવા નાનાવિધ ભેદભાવનારૂપી સંબંધો ભ્રાંતિના લીધે જુએ છે, તે પુરુષનો માયાજન્ય મોહ નષ્ટ થતાં જે અભેદ આત્મસ્વરૂપ, જણાય છે, तस्मै - તે અભેદ આત્મસ્વરૂપ શ્રીગુરુમૂર્તિ શ્રીદક્ષિણામૂર્તિને આ નમસ્કાર હો -

भूरम्भांस्यनलोऽनिलोऽम्बरमहर्नाथो हिमांशु पुमान्
इत्याभाति चराचरात्मकमिदं यस्यैव मूर्त्यष्टकम्
नान्यत् किञ्चन विद्यते विमृशतां यस्मात्परस्माद्विभोः
तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये ॥९॥

પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ અને આકાશ વગેરે પંચમહાભૂત તથા સૂર્ય, ચંદ્ર અને આત્મા, આ પ્રમાણે જે પરમાત્માની આ આઠ મૂર્તિઓ અખિલ વિશ્વંમા જડ અને ચેતન રૂપે જણાય છે તથા તત્વનો વિચાર કરનાર સૂક્ષ્મદર્શીઓને, તે સર્વવ્યાપી પરમાત્માથી ભિન્ન કંઈપણ જણાતું નથી. અર્થાત્ તેઓ જે સર્વવ્યાપક પરમાત્માનું દર્શન કરે છે તેવા સર્વવ્યાપક પરમાત્મા સ્વરૂપ શ્રીગુરુમૂર્તિ શ્રીદક્ષિણામૂર્તિને આ નમસ્કાર હો -

सर्वात्मत्वमिति स्फुटीकृतमिदं यस्मादमुष्मिन् स्तवे
तेनास्य श्रवणात्तदर्थमननाद्ध्यानाच्च संकीर्तनात् ।
सर्वात्मत्वमहाविभूतिसहितं स्यादीश्वरत्वं स्वतः
सिद्ध्येत्तत्पुनरष्टधा परिणतं चैश्वर्यमव्याहतम् ॥१०॥

આ સ્તોત્રમાં આ સમગ્ર વિશ્વ આત્મસ્વરૂપ છે એવું સમજાવ્યું છે. તેવા આ સ્તોત્રના શ્રવણથી, તેના લક્ષ્યાર્થના મનનથી, તથા તત્વાર્થના નિદિધ્યાસનથી, ઉપરાંત તેના સંકીર્તનરૂપી નિત્ય અભ્યાસથી, સર્વકાઈ આત્મા છે એવો સર્વાત્મભાવ તથા મહાવિભૂતિ સહિતનું ઈશ્વરત્વ આઠ પ્રકારની ઐશ્વર્યરૂપી સિદ્ધિ સાથે વિઘ્નરહીત સ્વતઃ જ સિદ્ધ થાય છે - ૧૦

इति श्री दक्षिणामूर्ति स्तोत्रम् संपूर्णम

No comments:

Post a Comment

Namaste,

Thank you for taking interest in my blog.
Your comments, suggestions and feedback are welcome.

Guidelines for Posting a Comment:

1. Kindly note that all comments are moderated.

2. Only comments related to the Post will be Published. Please do not post irrelevant comments. They will not be published.

3.Do not use this page as your publicity tool. Instead Drop an email at indiaspirituality[a]gmail.com

4. Do not give commercial links in comments. They will not be published. If your comment is genuine or related to the post, but contains external link, please post it as a backlink. Links in the username, screen name of poster is not monitored.

5. Blogger does not allow to edit comments. Comments can either be published or rejected. Comments with non-spiritual external links for publicity will not be published even though the comment is positive and in line with article.

AUM
INDIASPIRITUALITY